A platform that doctors and patients trust the most.
                             

Registration Form

જો આપ ડોક્ટર છો અને આરુત્વા સાથે જોડવા માંગો છો તો નીચેની વિગતો અમને મોકલી આપો. અમારી ટીમ તરત જ તમારો સંપર્ક કરશે.






Aarutva શું છે?
Aarutva એક પ્લેટફોર્મ છે. જે તમને Home Visit દ્વારા નવા પેશન્ટ મેળવવામાં મદદ કરે છે.


Aarutva તમારી પ્રેક્ટીસ વધારવામાં કેવી રીતે મદદ કરે છે?
Aarutva ના પ્લેટફોર્મ દ્વારા તમે તમારા એરિયા સિવાય બીજા એરિયાના પેશન્ટ્સ સુધી પણ પહોંચી શકો છો અને તમારી પ્રેક્ટિસને વધારી શકો છો.


Aarutva કેવી રીતે કામ કરે છે ?
Aarutva તમારી પ્રોફાઈલને તમારા જ ફોન અને વોટ્સએપ નંબર સાથે લાઈવ કરે છે. જેથી પેશન્ટ સીધો જ તમારો સંપર્ક કરી શકે અને હોમ વિઝીટ માટે બોલાવી શકે.


પેશન્ટ કેવી રીતે કોન્ટેક્ટ કરે છે?
પેશન્ટને જ્યારે પણ હોમ વિઝીટ માટે ડોક્ટરની જરૂર પડે છે ત્યારે તે Aarutva ના પ્લેટફોર્મ ઉપર આવીને પોતાના ગામ / શહેરના નામ ઉપર ક્લિક કરે છે. ત્યાં પેશન્ટને તેના જ ગામ / શહેરના ડોક્ટર્સની પ્રોફાઈલ જોવા મળે છે. પેશન્ટ સર્ચ એરિયામાં જે એરિયાનું નામ ટાઈપ કરે, તેને તે જ એરિયામાં વિઝીટ કરતાં ડોક્ટર્સની પ્રોફાઈલ જોવા મળે છે. પ્રોફાઈલની નીચે Call Now નું બટન આપેલું જ હોય છે. જ્યાંથી તેઓ સીધો ડોકટરનો સંપર્ક કરે છે.


Aarutva પેશન્ટ પાસેથી કેટલો ચાર્જ લે છે?
Aarutva પેશન્ટ પાસેથી એકપણ રૂપિયો ચાર્જ લેતી નથી.


Aarutva ડોક્ટર પાસેથી કેટલો ચાર્જ લે છે?
Aarutva ડોક્ટર પાસેથી પણ કોઇપણ પ્રકારનું કમીશન કે CUT લેતી નથી.


તો Aarutva કંપની પોતાનો ખર્ચો કેવી રીતે કાઢે છે ?
Aarutva કંપની આ સમગ્ર Eco-System કોઇપણ પ્રકારની તકલીફ વગર સરળતાથી ચાલે તે માટે એક ટોકન એમાઉન્ટ લે છે. જેને વિઝીબીલીટી ચાર્જ કહેવામાં આવે છે.

Cities Visibility Fee Special Diwali Offer
Ahmedabad, Vadodra, Surat, Rajkot Rs. 5000
Per Year
Rs. 2500/-
Per Year
( પ્રતિ દિવસ 6.85 રૂપિયા )
Anand, Bharuch, Bhavnagar, Gandhidham, Gandhinagar, Himmatnagar, Jamnagar, Junagadh, Mehsana, Morbi, Nadiad, Navsari, Palanpur, Surendranagar, Valsad, Vapi Rs. 3000
Per Year
Rs. 1500/-
Per Year
( પ્રતિ દિવસ 4.11 રૂપિયા )
All Other Cities & Villages of Gujarat Rs. 1500
Per Year
Rs. 500/-
Per Year
( પ્રતિ દિવસ 1.37 રૂપિયા )

વિશેષ નોંધ : આ પેમેન્ટ માત્ર ને માત્ર Gpay No : 7600602400 ઉપર જ કરવાનું રહેશે. તે સિવાય બીજે ક્યાંય પણ કરેલું પેમેન્ટ માન્ય ગણાશે નહીં.


પેશન્ટ Aarutva ના પ્લેટફોર્મ ઉપર જ શું કામ આવે ? માર્કેટમાં બીજા પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે.
ધારો કે તમે એક પેશન્ટ છો અને તમારે હોમ વિઝીટ માટે ડોક્ટરનો સંપર્ક કરવો હોય તો તમે નીચેનામાંથી કયું પ્લેટફોર્મ પસંદ કરો .....

અન્ય પ્લેટફોર્મમાં જ્યારે આરુત્વામાં
રજીસ્ટ્રેશન કરવું પડે છે. રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
ફોર્મ ભરવું પડે છે. ફોર્મ ભરવાની જરૂર નથી.
મોબાઈલ નંબર આપવો પડે છે. મોબાઈલ નંબર આપવાની જરૂર નથી.
OTP આવે તેની રાહ જોવી પડે છે. OTP ની કોઈ જરૂર નથી.
એડવાન્સમાં પેમેન્ટ કરવું પડે છે. એડવાન્સ પેમેન્ટની કરવાનું નથી.
તેમ છતાં ય ડોક્ટરની પ્રોફાઈલ જોવા મળતી નથી. તેમ છતાં ય માત્ર 2 જ ક્લિકમાં ડોક્ટરની પ્રોફાઈલ જોઈ શકો છો.
કે સીધી ડોક્ટર જોડે વાત કરી શકાતી નથી. અને સીધી ડોક્ટર જોડે વાત કરી શકો છો.
ઉપરાંત હોમ વિઝીટ ચાર્જ એજન્સીને આપવાનો હોય છે. હોમ વિઝીટ ચાર્જ સીધો ડોકટરના હાથમાં જ આપવાનો હોય છે.
તેમની વેબસાઈટ માત્ર અંગ્રેજી ભાષામાં હોય છે. Aarutvaની વેબસાઈટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં જોઈ શકાય છે.

બસ તમારો જે જવાબ છે એ જ દરેક પેશન્ટ નો જવાબ છે. અને એટલે જ પેશન્ટ Aarutva ના પ્લેટફોર્મ ઉપર આવે છે.


પેશન્ટ Aarutva ના પ્લેટફોર્મ ઉપર તો આવી જશે પણ એ મારો સંપર્ક કરશે તેની શું ખાતરી ?
દરેક પેશન્ટની જરૂરિયાત અને પ્રાથમિકતા અલગ હોય છે. કોઈ પેશન્ટ માટે હોમ વિઝીટ ચાર્જ તો કોઈ માટે ભણતર અને અનુભવ, તો કોઈ માટે તમે કેટલા સમયમાં તેના ઘરે પહોચશો તે અગત્યનું હોઈ શકે છે. પેશન્ટ પોતાની જરૂરીયાત મુજબ દરેક ડોક્ટરની પ્રોફાઈલ જોતા હોય છે. જ્યારે તમારી પ્રોફાઈલ અને પેશન્ટની જરૂરીયાત મેચ થાય છે, ત્યારે પેશન્ટ તરત જ તમને ફોન કરીને હોમ વિઝીટ માટે બોલાવે છે.


પેશન્ટે કયા ડોક્ટરને ક્યારે સંપર્ક કર્યો જાણી શકાય ?
જી હા, Click Here ઉપર ક્લિક કરી તમે

1. આ મહિનામાં, ગયા મહિનામાં અને છેલ્લા 6 મહિનામાં પેશન્ટે કેટલા ફોન કર્યા તે સરળતાથી જોઈ શકો છો.
2. એટલું જ નહીં - આ મહિનામાં સૌથી વધુ ફોન મેળવનારા Top 10 ડોક્ટર્સ નું લીસ્ટ પણ તમે જોઈ શકો છો.
3. કયા ડોક્ટરને, કઈ તારીખે, કેટલા વાગે, કેવી રીતે અને ક્યાંથી ફોન કરવામાં આવ્યા તેનું આખું લીસ્ટ તમને જોવા મળશે.


Aarutva જ કેમ ?
1. કામ કરવાની સ્વતંત્રતા -
તમે તમારા કામના દિવસો જાતે નક્કી કરી શકો છો.
રવિવારે, તહેવારોના દિવસોમાં, વેકેશનમાં કે ઘરના કોઈ પ્રસંગે જો તમે હોમ વિઝીટ ના કરવા માંગતા હોવ તો એ નિર્ણય સંપુર્ણ પણે તમારો જ રહેશે.

2. સમય પસંદ કરવાની સ્વતંત્રતા -
તમે તમારા કામનો સમય જાતે નક્કી કરી શકો છો.
દિવસે હોમ વિઝીટ કરવી કે રાત્રે હોમ વિઝીટ કરવી કે પછી ક્લિનિક સિવાયના સમયે હોમ વિઝીટ કરવી અથવા કોઈ ચોક્કસ સમય દરમિયાન જ હોમ વિઝીટ કરવાનો નિર્ણય પણ તમારે જ કરવાનો હોય છે.

3. અન્ય સમયે Do Not Disturb ની સ્વતંત્રતા -
તમે જે સમય આપ્યો છે તે સમય સિવાય પેશન્ટ તમને ફોન નહીં કરી શકે.
કેમકે તે વખતે Call Now ની જગ્યાએ Check Time આવી જશે. અને પેશન્ટ ફોન કરવા માટે ક્લિક નહીં કરી શકે.

4. એરિયા પસંદ કરવાની સ્વતંત્રતા -
તમે તમારા કામના એરિયા જાતે નક્કી કરી શકો છો.
તમે જે એરિયાનાં નામ આપશો તે જ એરિયામાં થી ફોન આવશે. તમે તમારી નજીકના એરિયા કે તમારા શહેરના કોઈપણ એરિયા પસંદ કરી શકો છો. અને કેટલા એરિયા પસંદ કરવા તેની પણ કોઈ લીમીટ નથી.

5. Fee નક્કી કરવાની સ્વતંત્રતા -
તમે તમારી હોમ વિઝીટ ની ફી જાતે નક્કી કરી શકો છો.
રેફરન્સ માટે તમે તમારા શહેર / ગામ ના બીજા ડોક્ટર્સ કે જે Aarutva સાથે જોડાયેલા છે તેમની હોમ વિઝીટ ફી જોઈને પણ નક્કી કરી શકો છો.

6. પોતાની કમાણી પોતાની પાસે રાખવાની સ્વતંત્રતા –
તમારે તમારા Home Visit Fee માંથી કોઈને કાઈ જ આપવાનું હોતું નથી.
તમારો હોમ વિઝીટ ચાર્જ 100% તમારો જ રહેશે. તમારે Aarutva ને કોઈ CUT કે કોઈ Commission આપવાનું હોતું નથી.

7. Middleman ને હટાવવાની સ્વતંત્રતા -
પેશન્ટ સીધો તમને જ ફોન કરશે.
તમારા અને પેશન્ટ વચ્ચે કોઈ મધ્યસ્થી (વચેટિયો) હશે નહિ.

8. બદલાવ કરવાની સ્વતંત્રતા -
તમે તમારા સમય, એરિયા, હોમ વિઝીટ ફી માં બદલાવ કરી શકશો.
તમે ગમે ત્યારે તમારો સમય વધારી કે ઘટાડી શકશો, એરિયા ઉમેરી કે કાઢી શકશો, હોમ વિઝીટ ચાર્જ વધારી શકશો. માત્ર 24 – 48 કલાકમાં જ તમારી માહિતી અપડેટ થઇ જશે.

9. દરેકને સમાન તકની સ્વતંત્રતા -
ડોક્ટરની પ્રોફાઈલનો ક્રમ હંમેશા બદલાયા કરે છે.
Aarutva ના પ્લેટફોર્મ ઉપર ડોક્ટરની પ્રોફાઈલનો ક્રમ દર 5 મીનીટે બદલાયા કરે છે. એટલે કોઈપણ ડોક્ટરની પ્રોફાઈલ કાયમ પહેલા સ્થાને કે છેલ્લા સ્થાને રહેતી નથી.

અને હા આટલી બધી સુવિધા આપતું કદાચ આ ગુજરાતનું એક માત્ર હોમ હેલ્થકેર પ્લેટફોર્મ છે.


Aarutva સાથે જોડાવું હોય તો શું પ્રકિયા છે ?
માત્ર ઉપરનું ફોર્મ ભરીને મોકલી આપો, અમારી ટીમ તરત જ તમારો સંપર્ક કરશે.




  શું આપ Doctor છો ? Join Aarutva